જોયો છે
જોયો છે
પાનખરમાં મેં બગીચાને ખીલતા જોયો છે,
મહા માં ભરબપોરે તને વરસતા જોયો છે.
આખું વર્ષ ધરતી તપે છે વરસાદની રાહમાં,
મારી એક ઝલક જોવા તને તડપતા જોયો છે.
બધા સાવજો જંગલોમાં મોજથી ફરતા હોય છે,
મારા સાવજને મેં મારી આંખ મહી વિહરતા જોયો છે.
વરસાદના આગમન પર મોર ખુશીથી કળા કરે છે,
મારા આવના એંધાણ પર તને થનગનતા જોયો છે.

