જોને ચકલી ઉડી
જોને ચકલી ઉડી
પરદેશ (જોને ચકલી ઉડી...) જોને ચકલી ઉડી આજે પિયુ દેશ, છોડીને પોતાના મહિયરનો દેશ.
ત્યજી સઘળી બાળપણની માયા, બનવાને એની માતાની છાયા.
સખી, પાંચીકા ને ઢીંગલીનો સાથ,
એ તો ચાલી ઝાલીને પીયુનો હાથ.
રડતા છોડી માત પિતાને આજ,
કરવાને સેવા સાસુ સસરાને કાજ.
સહોદરો હવે જોતા રહેશે એની વાટ,
પણ શોધશે એ સાસરીમાં એમની છાંટ.
જોને સોનાએ પકડી પરદેશની રાહ,
પારકી કરીને જન્મગત વતનની ચાહ.
