જોઈએ
જોઈએ
હોય આશાઓ બુલંદ તો
ડંકાની ટોચે લલકાર જોઈએ
થશે સૌ સપના સાકાર
એવો વિશ્વાસનો રણકાર જોઈએ ...
જાગતી રાતના સપના જોઉં
ગમતો એવો અંધકાર જોઈએ ...
નથી સોનાના ચળકાટે શોભતું વદન
બસ મને તો સાદગીનો શણગાર જોઈએ ...
કડવા વેણે ક્યાં દુનિયા બદલે ?
બસ અવાજ મીઠો રસદાર જોઈએ ...
જીવન આપ્યું ભગવાને કેવું અનોખું
બસ જીવવા માણસ સમજદાર જોઈએ ..
જો હોય લાગણી ભરપૂર હૃદયે
તો સામે હૃદયે પણ એક ધબકાર જોઈએ ...
શબ્દો જો કાગળે ઊતરે બની કવિતા
તો દરેક શબ્દ દમદાર જોઈએ ...
અર્થસભર શબ્દોની હોય જો મારી કવિતા
તો સામે પ્રતિભાવ જોરદાર જોઈએ ..
