જોબનિયું
જોબનિયું
અલબેલું ઊર્મિલું
રસીલું રંગીલું
જોબનિયું ફૂટડું ફાગણ ઉપવન
સાંવરિયું, કેમ છૂપાવું છાનું જોબન
તું તો વાસંતી ખુશ્બુ પવન
કેસરિયો રંગ ભીંનો
મધુરો ઢંગ ઘેલો
વેણુ વાગેને ખીલે યૌવન
તું તો વાસંતી ખુશ્બુ પવન
રસકસતી ઉર ઝોળી
મતવાલી નૂર ટોળી
અલબેલી ઠક્કરાતી સરગમ સપન
જોબન તું તો, વાસંતી ખુશ્બુ પવન
મઘમઘ વન મંજરી
નર્તન મન ખંજરી
ખુદમાં ખોવાતું કલશોરી સ્તવન
જોબનિયું વાસંતી ખુશ્બુ પવન
મૌસમિયો મિજાજ તારો
ફૂટડો મૂછનો દોરો
ભોમિયા વિના તું ભમતો અનંગ
જોબન તારો કામણિયો કોકિલ કંઠ
વરસે તો સ્નેહનાં ઝરણ
તરસે તો સહરાનાં રણ
મેળાની મદમાતી મસ્તીનું તું કવન
જોબનિયું વાસંતી ખુશ્બુ પવન
શત પંખડી શ્રૃંગાર
અવનિ અંબર વિહાર
ગીત ગઝલના મર્તબે પલાણે ત્રિભુવન
જોબનિયું ફૂટડું ફાગણ ઉપવન
ઝુમતું વાસંતી ખુશ્બુ પવન(૨)

