STORYMIRROR

Sunita B Pandya

Drama Inspirational

4  

Sunita B Pandya

Drama Inspirational

જો પુરુષ.... તો સ્ત્રી....

જો પુરુષ.... તો સ્ત્રી....

1 min
347

પુરુષ જો વર્ણ છે, તો વર્ણમાળા છે સ્ત્રી,

પુરુષ જો પાણીનું બિંદુ છે, તો સરિતા છે સ્ત્રી,


પુરુષ જો વૃક્ષ છે, તો કલ્પવૃક્ષ છે સ્ત્રી,

પુરુષ જો ટી.વી છે, તો રિમોટ છે સ્ત્રી,


પુરુષ જો આંખ છે, તો કીકી છે સ્ત્રી,

પુરુષ જો નિબંધ છે, તો એનો સાર છે સ્ત્રી,


પુરુષ જો સેવા છે, તો સેવાનું ફળ છે સ્ત્રી,

પુરુષ જો કેનવાસ છે, તો સુંદર ચિત્ર છે સ્ત્રી,


પુરુષ જો બ્રશ છે, તો કોલગેટ છે સ્ત્રી,

પુરુષ જો ઉત્તમ છે, તો સર્વોત્તમ છે સ્ત્રી,


પુરુષ જો વોચમેન છે, તો મેઇનગેટ છે સ્ત્રી,

પુરુષ જો આમુખ છે, તો બંધારણ છે સ્ત્રી,


પુરુષ જો સૂર્ય છે, તો સૂર્યમંડળ છે સ્ત્રી,

પુરુષ જો અણુ છે, તો અણુમંડળ છે સ્ત્રી,

પુરુષ જો વિજ્ઞાન છે, તો વિજ્ઞાનના પિતા છે સ્ત્રી.n


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama