STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

જન્મ જન્મનું બંધન

જન્મ જન્મનું બંધન

1 min
135

અદ્ભુત સુંદરતા તમારી મુજને,

સ્વર્ગમાંથી આવેલ અપ્સરા લાગે છે,


ચમકતો ચહેરો તમારો મુજને,

પૂનમનો ખીલેલો ચંદ્ર લાગે છે,


તિરછી નજર તમારી મુજને,

નભમાં ચમકતી દામિનિ લાગે છે,


ગુલાબી અધરો તમારા મુજને,

જામની છલકાતી પ્યાલી લાગે છે,


રેશમી ઝૂલ્ફો તમારી મુજને,

લહેરાતો શીતળ સમીર લાગે છે,


મધુર ટહૂકો તમારો મુજને,

રણકતી સિતારનો નાદ લાગે છે,


છમ છમ પાયલ તમારી મુજને,

મનનો નાચંતો મોર લાગે છે,


મહેકતું સાંનિધ્ય તમારૂં મુજને,

મહા ઉત્સવનો અહેસાસ લાગે છે,


"મુરલી" તમારી મુલાકાત મુજને,

જનમો જનમનું બંધન લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama