જન્મ જનમનો નાતો
જન્મ જનમનો નાતો
આજે અધૂરૂં મિલન પુરૂં કરવા દે,
રાત રળીમાયણી આજે બનવા દે,
દોડીને મારી પાસે આવીજા વાલમ,
મારી વિરહની અગ્નિને શાંત કરી દે.
સોળે શણગારમાં મને નિરખવા દે,
તારી સુંદરતામાં મદહોંશ બનવા દે,
મને મદહોંશ બનેલો જોઈને વાલમ,
આ ચંદ્રને વાદળોમાં સંતાઈ જવા દે.
મારા દિલનું મૈખાનુ મને ખોલવા દે,
તારા હાથે જામની પ્યાલી પીવા દે,
જામના નશામાં ભાન ભૂલીને વાલમ,
દિલનાં મૈખાનામાં શોર મચાવવા દે.
મારા પ્રેમની તડપ હવે શાંત કરવા દે,
તને પ્રેમનું આલિંગન મને આપવા દે,
આ રળીયામણી પૂનમની રાતે "મુરલી",
મને જનમો જનમનો નાતો જોડવા દે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

