જનક (પિતા)
જનક (પિતા)


દરેક જનક, પોતાના વંશજની જાન હોય છે,
જનક હંમેશા વંશજની શાન હોય છે,
પહાડ સ્વરૂપ હોય છે દરેક જનક,
દરેક જનક પોતાના વંશજને વરદાન હોય છે.
દરેક જનક બહારથી અકડ હોય છે,
સમજી શકો તો બહુ સરળ હોય છે,
જનક હોય છે હંમેશા શ્રીફળ જેવા,
એને અંદરથી નરમ તળ હોય છે.
જનક દરેક જાનકીનું સ્પંદન હોય છે,
જનક શાતા આપતું ચંદન હોય છે,
સમાજની સમજ છે સમજણ ભરી,
જનક્ને સમાજના મનોમન વંદન હોય છે.
જનક પોતાના વંશજનો વિશ્ર્વાસ હોય છે,
દરેક્ની જિંદગીમા જનક ખાસ હોય છે,
જનક સાથે નથી રહેતા જિંદગીભર,
જનક્નો સ્નેહ હંમેશા આસપાસ હોય છે.