જંગલમાં સિંહે કરી મિટિંગ
જંગલમાં સિંહે કરી મિટિંગ


સિંહરાજા એ આજ જંગલમાં મિટિંગ બોલાવી
સૌ પશુઓ વિચારવા લાગ્યા શું આફત આવી ?
આજે માણસજાત પર કોરોનાનાં વાદળો છાયા
આવા સમાચાર આપણાં વાંદરાભાઈ લઈ આયા,
જંગલમાં આપણે જ બધાયે સાવચેતી રાખવાની
સોશિયલ ડિસ્ટન્સને ઘરમાં રહીને એને ટાળવાની,
આજે મારે એટલું કહેવું કે સૌ પોતાનાં ઘરમાં રહો
ઘરમા, દરમાં, માળામાં, ઝાડ પર રહીને દુઃખો સહો,
આમતેમ ફરવાનું ને બહાર નીકળવાનું ખોટું ટાળો
આ નિયમોને આપણે સૌ પશુઓ ચુસ્તપણે પાળો,
ઘરમાં જ રહેવાથી આપણે બધા છીએ સુરક્ષિત
આજ બદલવી જ પડશે આપણી જીવવાની રીત,
સિંહની વાત સાંભળી પશુઓએ તાળીઓ પાડી
આજ સિંહે કોરોના સામે લડવાની વાત બતાડી.