જળ એજ જીવન
જળ એજ જીવન


પળ પળ જળ વિણ અધૂરી બનશે પળ,
જળ વિણ પરિસ્થિતિ બનશે વિકળ.
બેફામ બનીને વ્યર્થશે જગ આ નીર,
દુકાળનો પણ તેજ થપ્પડ પામશે આ હીર.
સૃષ્ટિનો અણુએ અણુ વેરાન બનશે તુજ થકી,
જો એકે-એક બુંદ વહી જશે બેઅર્થ તુજ થકી.
ચાલ પ્રણ લઈએ આપણ -સૌ આજ,
સઘળું સહનારી આ માં -ભોમ કાજ.
"જેમ એક- એક પળ કિંમતી જીવનની,
તેમ સમજીશું કિંમત એક -એક બુંદની."
"ના વ્યર્થ વેડફશું આ જળને,
હરિયાળું સ્વર્ગ બનાવીશું આ જગને."