STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

જિંદગીનું ચકડોળ

જિંદગીનું ચકડોળ

1 min
303

જિંદગીના આ ચકડોળની વાત સહુથી અજોડ છે,

ક્યારેક ચાલતું મસ્ત-મજાનું, ક્યારેક લાગે ડામાડોળ છે,


આમ જોવા જઈએ તો, જિંદગીનો રસ્તો લાગે સીધો

પણ જિંદગીનો ચકડોળ તો ફેરવે ગોળ ગોળ છે,


જીવનરૂપી ચકડોળમાં છે કિસ્મતરૂપી કમાન કેવી

કોઈ પામે જીવનમાં ખોળ, તો કોઈ પામે ગોળ છે,


જિંદગીનો ચકડોળ આપણને ફેરવતો રહે છે ગોળ ગોળ

પરંતુ, જિંદગીમાં છેલ્લે સુધી કરાવે કેવી દોડાદોડ છે,


જિંદગીના ચકડોળમાં છે અવનવી હરિફાઈઓ

છેલ્લે ખબર પડે કે, આખરે જાત સામે જ હોડ છે,


જિંદગીના અવનવા ચકડોળની મજા છે કેવી અલૌકિક

સમજાય ન સમજાય જિંદગી, ત્યાં ચકડોળ ખાલી કરવાનો આવે મોડ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract