STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

જિંદગીનો જુગાર

જિંદગીનો જુગાર

1 min
166

જ્યારથી તું મળી છે સનમ મુજને,

હું ભાન સાન ગુમાવી બેઠો છું,

તારો પ્રેમ મેળવવા માટે સનમ હું,

જિંદગીનો જુગાર ખેલી બેઠો છું,


રોજ સપનામાં આવે છે તું મુજને

નખરાં કરીને સતાવે છે તું મુજને,

હરપળ મળવા તડપાવે છે તું મુજને,

તારા પ્રેમમાં તરસાવે છે તું મુજને,


રૂબરૂ મળવાના વાયદા નિભાવી હું,

વાટ જોઈ જોઈને હવે થાક્યો છું,

તારો પ્રેમ મેળવવા માટે સનમ હું,

જિંદગીનો જુગાર ખેલી બેઠો છું,


પ્રથમ મુલાકાતે ઘાયલ કર્યો તે મુજને,

ગલીઓમાં શોધવા ભટકાવ્યો તે મુજને,

ભટકાવી ભટકાવી પટકાવ્યો તે મુજને,

તારા પ્રેમમાં દિવાનો બનાવ્યો તે મુજને,


આવીને દિલમાં સમાઈ જા સનમ હું,

તારા પ્રેમની મહેફિલ સજાવીને બેઠો છું,

તારો પ્રેમ મેળવવા સનમ હું "મુરલી", 

જિંદગીનો જુગાર ખેલી બેઠો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance