જિંદગીની પાનખર
જિંદગીની પાનખર
જિંદગીમાં પણ પાનખર આવી જાય છે..
લીલાછમ સંબંધો પણ ક્યારેક સુકાઈ જાય છે...
વૃક્ષો અડીખમ ઉભા રહી પાનખર મહી...
કાલ તો હૃદયે હરિયાળી છવાય છે,
પર્ણો ભલે ખરી પડ્યા છે આજ કાલ..
નાજુક કૂંપળો ફૂટે ને વૃક્ષો લીલાછમ થાય છે.
જિંદગીની પાનખર ભલે આવે..
વસંતનું સુસ્વાગતમ તો થાય છે..
સ્મરણોને વરસાદે ભીંજાય આ મન..
પાનખરમાં વસંત થઈ જવાય છે,
પર્ણ લઈને આ પવન શું કરી શકે ?
અંતે તો નવા પર્ણનો શણગાર થાય છે.
સંબંધમાં પાનખર ન આવે કદી..
આપણે "આપણે" રહીએ ન થઈએ "હું" ને "તું" કદી.