જિંદગી
જિંદગી
દર્શાવવા લાગણી પડતી ઓછી જિંદગી,
સંભારવા સ્નેહને પડતી ઓછી જિંદગી,
ઘસવું પડે એને પ્રયત્નથી દિન - રાત,
મજકાવવા ભાગ્યને પડતી ઓછી જિંદગી,
લઈ સંકલ્પની દીવાસળી હર દિન તો,
સળગાવવા ક્રોધને પડતી ઓછી જિંદગી,
ન હોય સાચુ છતાં વળગી રહે મન,
સ્વીકારવા સત્યને પડતી ઓછી જિંદગી,
ભરપૂર ભેદથી ભરી રમત આ જિંદગી,
અજમાવવા દાવને પડતી ઓછી જિંદગી,
કરતો ઝંખના આંબવા આકાશ માનવ,
ફેલાવવા પંખને પડતી ઓછી જિંદગી,
વધતો સતત એ જ્યાં સુધી ચાલે શ્વાસ,
દફનાવવા મોહને પડતી ઓછી જિંદગી.
