STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

જિંદગી

જિંદગી

1 min
268

ચોર્યાસી લાખ ફેરા ફરી,

આવે અણમુલો અવસર,

અવતરણ થાય પૃથ્વી પર

અધૂરા કાર્યો પૂરા કરવા,


ગત જન્મોના લેણા પૂરા કરવા

નવા સંબંધો વિકસાવવા,

નવા આયામો રચવા,

દુનિયામાં સારા કર્મોથી નામ કરવા,


અમૂલ્ય જિંદગીને સજાવવા,

પોતાના વાણી વર્તનથી 

જિંદગીને માણવા,

થોડું સમજી લેવા,

જે પરિસ્થિતિમાં રાખે

એ સ્થિતિમાં સજજ 

રહેવા આતુર,


રોજ નવું શીખવે,

રોજ નવી કસોટી લે,

રોજ પરિણામ પણ આપે,

રોજ રોજ રિસાય,

રોજ રોજ માની પણ જાય,

હસુ તો હસે,

રડું તો રડે,

આ જિંદગી મને બહુ ગમે,


કર્મે ધર્મે અલગ અલગ અંદાઝ,

હું એને રોજ એ જ કહું,

ચાલ ને જે હોય એ,

મૂક પળોજણ નાહક ની,

ને થોડું જીવી જ લઈએ,

એ જિંદગી તું કેવી સરસ છે,

ચાલ ને જીવી જ લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama