જિંદગી રંગમંચ છે
જિંદગી રંગમંચ છે
જિંદગી રંગમંચ છે સૌ કોઈ જાણે છે,
ભજવવાની છે ભવાઈ સૌ એમ માને છે,
રડતાં જ આવ્યાં છે સંસારમાં સૌ કોઈ,
રડાવીને જવાનું છે ક્યાં યાદ રાખે છે.
જો હસુ તો ખૂબ ખુશ છે એમ માને છે,
જો રડું તો નાખુશ છે એમ માને છે,
સમતા રાખીને બેસું જો સુખદુઃખમાં,
લાગણી વિહીન છું એવું મહેણું મારે છે.
પા'ડ માનો એનો કે આ દેહ મળ્યો છે,
હસી હસાવીને જૂઓ આ ખેલ કર્યો છે,
છો માનવી તો એટલું તમે યાદ રાખજો,
માનવ સિવાય કોણ અહીં હાસ્ય પામે છે.
છે આપણી જ દુનિયા ને આપણા જ લોક,
નથી કોઈ પરાયું કે નથી કોઇ ફોક,
વેરઝેર ભૂલી બસ યાદ રાખજો,
સ્મિત મૂકી જઈએ એ જ શ્રેષ્ઠ કાર્ય છે.