જિંદગી ખર્ચાય ગઈ
જિંદગી ખર્ચાય ગઈ
જિંદગી ખર્ચાઈ ગઈ
સપનાંઓ તો ખિસ્સામાં જ રહી ગઈ
ને જિંદગી ખર્ચાઈ ગઈ....
હું તો બાગની જેમ જોતો જ રહી ગયો,
ને અચાનક શબ્દોના મહેલ ચણાઈ ગયા.....
જવાનું હતું બસ અહીં જ
ને પગલાં છેક સુધી લઈ ગયા....
જિંદગીમાં સ્નેહના ઝરણું વહેતા કરવા
પહેલા જ સૂકાઈ ગયું...
પૈસા કમાવામાં ને કમાવામાં
મારી જિંદગી ખર્ચાઈ ગઈ....
જિંદગીના શમણાં નિહાળતા રહી ગઈ
ને ઉંમર વીતી ગઈ.
