STORYMIRROR

SHEFALI SHAH

Drama

3  

SHEFALI SHAH

Drama

જિંદગી જતી નથી

જિંદગી જતી નથી

1 min
405

જિંદગી જતી નથી... કેમ આ આંખો હવે હસતી નથી, શું એમાં તું હવે વસતી નથી.!?

અટકી ગયું છે સ્મિત અધરે આવતા, એને તારા અધરની ભીનાશ સ્પર્શતી નથી.


હા, યંત્રવત્ ચાલે તો છે શ્વાસ મારા, પણ તારી સુગંધ એનામાં ભળતી નથી.

ખાલીપો જે ભરાઈ ગયો છે હૃદયમાં, એમાં હસ્તી ક્યાંય તારી જડતી નથી.


સૂનકાર વ્યાપી ગયો છે જીવનમાં, ચહપહલ એમાં કોઈની આવતી નથી.

આવીજા ને તું કાયમ માટે મારી પાસે, તારા વિના જિંદગી મારી ધબકતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama