STORYMIRROR

Parul Thakkar "યાદે"

Drama Thriller

5.0  

Parul Thakkar "યાદે"

Drama Thriller

જીવતી વ્યક્તિ...

જીવતી વ્યક્તિ...

1 min
423


મારા જ ઘરની દીવાલમાં ચણાઈ ગયેલ વ્યક્તિ છું હું..

એના પાયામાં પુરાઈ ગયેલ વ્યક્તિ છું હું.


વસંત પણ મને હવે ખીલવી નહિ શકે,

પાનખરમાં મુરજાઈ ગયેલ વ્યક્તિ છું હું ....


કોઈ સૂરજ કે ચાંદ હવે ઉજાસ નહીં આપી શકે મને..

અંધકારમાં ખોવાઈ ગયેલ વ્યક્તિ છું હું...


નથી આ દુનિયામાં કોઈ મારુ તેથી...

મારા જ દિલમાં સમાઈ ગયેલ વ્યક્તિ છું હું...


આમ જુઓ તો ભીડથી ઘેરાયેલી...

પણ આમ તો સાવ એકલીઅટૂલી વ્યક્તિ છું હું...


"પણ હા... હજુંય જીવતી વ્યક્તિ છું હું..."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama