જીવતા કફન
જીવતા કફન
ખામોશીયોમાં હું જીવી રહ્યો છું,
દુઃખોની પીડાને હું સહી રહ્યો છું,
બદનામીનું ક્લંક દુર કરવા માટે,
હું મારા ચહેરાને છૂપાવી રહ્યો છું.
લોકોની નજરમાંથી હુ ઉતરી ગયો છું,
ઈર્ષાની આગમાં હું સળગી રહ્યો છું,
નફરત ભરી નજરોથી બચવા માટે,
હું મારા ચહેરાને છૂપાવી રહ્યો છું.
સૂમશાન ગલીયોંમાં હું ભટકી રહ્યો છું,
પત્થરો અને ઠોકરો હું ખાઈ રહ્યો છું,
મારા ચહેરા ઉપર કોઈ ન થૂંકે તે માટે,
હું મારા ચહેરાને છૂપાવી રહ્યો છું.
ભૂખ અને તરસથી હું મરી રહ્યો છું,
જીવતા કફન હવે હું બની રહ્યો છું,
ઈજ્જત ભરી જીંદગી જીવવા "મુરલી",
હું ખુદાના ચમત્કાર માટે તડપી રહ્યો છું.
