STORYMIRROR

Masum Modasvi

Inspirational Others

3  

Masum Modasvi

Inspirational Others

જીવતા જોયા

જીવતા જોયા

1 min
27.4K


નમીને જીવનારા પણ ખમીને જીવતા જોયા,

નિછાવર જાત કરનારા દબીને જીવતા જોયા.


ઇશારા એ થયેલી વાતને મનથી સદા માની,

મળેલી વેદના વેઠી સહીને જીવતા જોયા .


કણસતા જીવ પર આવી પડેલા ઘાતના મારા,

દગાના માર ખાધેલા બળીને જીવતા જોયા.


સદા સાચા પડે ખોટા કથનના વેણ વાઘેલાં,

સબૂતો સાચ ના આપી રડીને જીવતા જોયા.


મળેલી રાહ બદલીને કદમ ભુલા પડી ચાલે,

સફરને ખેડનારા પગ ધરીને જીવતા જોયા.


ઉથલ પાથલ જગતમાં રોજ નોખા હાદસા કરતી,

નવી રાહે નવા ચીલે ડગીને જીવતા જોયા.


થયા કમજોર માસૂમ બળ કરીને ડગમગાયા પણ,

નવા દાવે નવા ધારા ઘડીને જીવતા જોયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational