STORYMIRROR

Rekha Patel

Romance

3  

Rekha Patel

Romance

જીવનસાથી

જીવનસાથી

1 min
222

સત્પદીના સાત ફેરા ભાવથી ફર્યા અમે, 

જીવનસાથી બની અનેક વચને બંધાયા અમે, 


જીવનની સફરમાં પડકારો આવ્યાં અનેક, 

હાથમાં હાથ પરોવી સફળતા પામ્યાં અમે, 


તારાં પગલામાં ડગ માંડીને ભરી ઊંચી ઉડાન, 

સિધ્ધિનાં સોપાન અહીં મેળવ્યાં અમે, 


દોર બાંધી અમે સાત જન્મોની સંગાથે, 

જીવનમાં સતત વહાલનાં વલોણા કર્યા અમે, 


નથી પ્રેમ થયો ઓછો અમારો વૃદ્ધ બન્યાં પછી પણ, 

દિલ અમારું યુવાન બની લાગણીઓનાં દરિયા વહાવ્યાં અમે, 


નહીં છોડીએ સંગાથ એકબીજાનો અંત સુધી, 

ઝંઝાવાતમાં પણ અડગ મનને રાખ્યાં અમે, 


"સખી" ની એકજ અરજ સૂણો પ્રભુ અંતરની, 

હાથમાં હાથ પકડી શ્વાસ પણ સાથે છોડ્યાં અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance