જીવનનું દર્દ
જીવનનું દર્દ
જીવનનું દર્દ હવે સહેવાતું નથી,
કે તારા વિનાં હવે રહેવાતું નથી,
આવી જા! ફરી હું વિનંતી કરું છું,
જબરદસ્તીથી હવે કહેવાતું નથી,
કસમ છે તને મારાં જ જીવન ની,
કે તારાં વિનાં ક્યાંય જીવાતું નહીં,
આપી આપી ને કેવી સજા આપી,
રોજે રોજ હવે અહીં મરાતું નહીં,
એ જીવનની કલ્પનાં ખૂબ મુશ્કેલ છે,
કે જીવ વિનાં નું જીવન કલ્પાતું નહીં.