STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

જીવનનો સાથ

જીવનનો સાથ

1 min
129

અતૂટ સાથ હતો જીવનમાં તમારો, 

અધવચ્ચે મુજને તમે છોડી ગયા, 


જિંદગીની આ લાંબી સફરમાં મુજને,

એકલો અટૂલો તમે કરતા ગયા,


સપનાંઓ જીવનમાં સજાવ્યા હતાં મેં, 

સપનાંઓ મારા વિખેરાઈ ગયાં,


મહેકતી જીવનની વસંતમાં મુજને,

પાનખર જેવી હાલતમાં મૂકતા ગયા,


સંગીતની મધુરી સરગમ હતા મારી, 

સૂર મારા બેસૂરા તમે કરતા ગયા, 


પ્રેમની ધડકનનો તાલ હતા મારી

તાલને બેતાલો મારો કરતા ગયા,


પ્રેમાળ નજર હતી તમારી મુજ પર,

પ્રેમ સરિતાને તમે સૂકવતા ગયા,


વિરહની અગ્નિમાં સરકાવી મુજને,

જુદાઈની પીડા તમે આપતા ગયા,


ડૂબી રહ્યો છું ગમની ગહેરાઈમાં હું, 

તમારી યાદથી મને તડપાવી ગયા, 


"મુરલી" લખતો હતો ગઝલ તમારી,

ગઝલને અધૂરી મારી કરતા ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance