STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Drama

3  

Vishvesh Jhala (ઉમંગ)

Drama

જીવનનો રંગ

જીવનનો રંગ

1 min
252

તારાં જ રંગે રંગાયું છે જીવન,

છલકાયું છે ખુશીથી મારૂં મન !


તારાં વ્હાલભર્યા સ્મિતને લીધે,

મને પરત મળ્યું મારૂં બચપન !


ખાલી થયેલું જીવન હતું મારૂ,

હવે પુરબહારમાં ખીલ્યું ચમન !


આપી છે મોંઘેરી ભેટ તે એથી,

ઈશ્વરને ઝૂકીને હું કરું છું નમન !


ને હૃદયને રહેશે એક જ આશ,

વિલાય ના કદી પણ તારૂં વદન !


Rate this content
Log in

Similar gujarati poem from Drama