જીવનનો મહિમા
જીવનનો મહિમા
જીતની પ્રાપ્તિ કરવા માટે
જોખમો ઉઠાવવા પડે છે,
હારને જીતમાં ફેરવવા માટે,
સખત પરિશ્રમ કરવો પડે છે.
સત્યના માર્ગે ચાલવા માટે,
દુઃખો સહન કરવા પડે છે,
સફળતા પ્રાપ્ત કરવા માટે,
ઊંચા શિખરો ચડવા પડે છે.
નીતિથી જીવન જીવવા માટે,
પ્રમાણિકતા જાળવવી પડે છે
સંસ્કારોનું સિંચન કરવા માટે,
દુર્ગુણોનો ત્યાગ કરવો પડે છે.
જ્ઞાનનો મહિમા સમજવા માટે,
ગુરૂના આશ્રયમાં રહેવું પડે છે,
ભક્તિના સાગરમાં ડૂબવા માટે,
સત્સંગ દેશમાં વસવું પડે છે.
ભવસાગર પાર કરવા "મુરલી",
પ્રભુના શરણમાં જવું પડે છે,
માનવજન્મ સફળ કરવા માટે,
અમૃતની ધારા વહાવવી પડે છે.
