જીવનની વસંત
જીવનની વસંત
પ્રેમથી બે શબ્દો બોલ્યો ત્યાં,
તું દિલમાં કેવી હરખાઈ ગઈ ?
લટક મટક કરતી ચાલ ચાલીને,
મારી સમીપ આવીને બેસી ગઈ...
તારા રૂપના વખાણ કર્યાં મે, તો
નજરોના જામ છલકાવી ગઈ,
હાથ મારો સ્નેહથી ઝાલીને મારા,
રોમ રોમ વીજળી ફેલાવી ગઈ...
અદ્ભુત છે તારા રૂપનો જાદુ,
અધરોથી સ્મિત ફરકાવી ગઈ,
બે હાથે મારો ચહેરો પકડીને,
પ્રેમથી ચુંબન લગાવી ગઈ...
તારા યૌવનમાં મદહોશ કરીને,
મનના મયુરને ટહૂકાવી ગઈ,
ભાન શાન ભૂલાવી મુજને તું,
યૌવન સરિતામાં વહાવી ગઈ...
ઈચ્છી રહ્યો છું હર પળ તુજને,
કદી ન મુજથી તું દૂર થઈશ,
પ્રેમ દિવાનો બનાવી "મુરલી" ને,
જીવનની વસંત મહેકાવી ગઈ.

