STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

જીવનની શરૂઆત

જીવનની શરૂઆત

1 min
166

આવી હતી તું ઝગડો કરવા,

દિલમાં આવીને તું વસી ગઈ,

પાનખર જેવું જીવન હતું મારું,

વસંતની જેમ મહેંકાવી ગઈ.


તને આવી નહોતી ધારી મેં,

તું તો સવાઈ સાબિત થઈ,

તમાશો જોતાં સ્નેહીજનોના,

મુખમાં આંગળી નખાવી ગઈ.


વિચાર કરી રહ્યો છું હું મનમાં,

તું કેમ જલ્દી માની ગઈ ?

વિશ્વાસ ન હતો તારો મુજને,

દિલમાં પ્રેમને જગાવી ગઈ.


લાંબા સમયની ગેરસમજને,

પળ ભરમાં તું દૂર કરી ગઈ,

તૂટેલાં આપણા પ્રેમ તંતુને,

સ્નેહ પૂર્વક તું જોડી ગઈ.


શરૂઆત કરવા નવા જીવનની,

જુની વાતોને તું ભૂલી ગઈ,

"મુરલી" તારા યૌવન રસમાં,

મુજને મદહોંશ બનાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama