જીવનની રીત
જીવનની રીત
ઊગીને આથમશે ખીલીને કરમાશે જીવનની આ રીત
દુઃખી થઈને સુખી થાશે મળીને મલકાશે જીવનની આ રીત,
મળીને જુદા થાશે સમજીને બોલી જાશે જીવનની આ રીત
આપીને લઈ જશે ભાગ્યનું ભોગવશે જીવનની આ રીત,
સોંપેલું સાચવશે ને આપેલું પામશે જીવનની આ રીત,
માંગેલું મળી જશે ને મનગમતું કંઈક થાશે જીવનની આ રીત,
ગમેલું ભૂલવશેને અણગમું આપશે જીવનની આ રીત
રાખેલું રઝળાવશેને પામેલું પતાવશે જીવનની આ રીત,
જીવનને જીવશેને જીવનને જલાવશે જીવનની આ રીત.
