STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

જીવનની મૂડી

જીવનની મૂડી

1 min
190

વણીએ વાતોને આપણા જીવનમાં,

ગણીએ દાખલા સરવાળા - બાદબાકીના,

લઈએ સ્વાદ ખાટી - મીઠી જિંદગીનો,

કરીએ એકાકાર જીવનને ભાગાકાર - ગુણાકારમાં,


સમજીએ ધર્મ કરતા વધુ કર્મને,

કરીએ ધર્મના વાડાનો ભાગાકાર,

સારા કાર્યો જ છે સાચી ઓળખાણ,

કરીએ દુર્ગુણો ને ભેદભાવનો ભાગાકાર,


રાખીએ પ્રેમભાવને આદર સત્કાર,

કરીએ સ્નેહ ને હેતનો સરવાળો,

કરીએ જીવનની સાચી મૂડીને ડબલ,

કરીએ સદા સદગુણોનો સરવાળો,


ત્યજીએ દ્વેષરાગ ને વેરભાવ,

ત્યજીએ છળકપટ ને ઈર્ષાની હાજરી,

કરીએ મોહ ને લોભની બાદબાકી,

ભાવભીની લાગણી જ છે જીવનનો જીવનનો શણગાર,


ખીલવીએ કાંટામાં પણ ગુલાબ,

કરીએ સદભાવનાનો ગુણાકાર,

છલકાવીએ સંબંધોના સાગર સદગુણોથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational