જીવનમાં ગમતું નથી.
જીવનમાં ગમતું નથી.
મુલાકાત થઈ છે તુજ સંગ ઉમંગથી,
સરિતા વહાવી છે તે મુજ પર પ્રેમની,
મારા મનને જરા પણ ચૈન પડતું નથી,
હવે તારા વિના જીવનમાં ગમતું નથી,
તારી નજર મળી છે મુજ સંગ પ્રેમથી,
હૃદયમાં શરણાઈ વાગી રહી છે પ્રેમની,
મુજને મળવાનો વાયદો પાળતી નથી,
હવે તારા વિના જીવનમાં ગમતું નથી,
દિન રાત યાદ કરૂં છું તુજને હું પ્રેમથી,
હૃદયમાં છબી વસાવી છે તારા પ્રેમની,
તડપી રહ્યો છું હું તારા પ્રેમના વિરહથી,
હવે તારા વિના જીવનમાં ગમતું નથી,
જીભથી રટી રહ્યો છું તારૂં નામ પ્રેમથી,
તુજને મેં માની છે મૂરત મારા પ્રેમની,
છતાં તું મારા હૃદયમાં કેમ વસતી નથી?
હવે તારા વિના જીવનમાં ગમતું નથી,
તડપ લાગી છે તારા મિલનની પ્રેમથી,
તરસ શમતી નથી મુજને તારા પ્રેમની,
આવીને તું હૃદયમાં સમાઈ જા "મુરલી",
હવે તારા વિના જીવનમાં ગમતું નથી.

