જીવનમાં ઘણું ખૂટે
જીવનમાં ઘણું ખૂટે
વણાયેલી, ગૂંથાયેલી છે આ જીવનની ઘટમાળ,
સંબંધો થકી દબાયેલી છે, દુનિયા લાગે પથરાળ.
એક સાંધે ત્યાં તેર તુટે, જીવનમાં ઘણું ખરું ખૂટે,
સમજવા કરતાં જીવી લેવી, જિંદગી છે હેતાળ.
ઘડતરને વળી જિંદગીનું ભણતર છે બહુ ભારી,
મજા છે જીવવાની પોતાની મસ્તીમાં સૌંદર્ય પામી.
આંખોની લાલિમા કહી દે છે દર્દ કેટલું હૈયે ભર્યું,
મળે મનની શાંતિ જો, તો અંતરાત્મા સુખથી ઠર્યો.
દુઃખ ખખડાવે ડેલીયું જેદી, હસતું મોઢું રાખજે,
ઊંચ નીચ થશે ઘટમાળ પણ હિંમત નવ હારજે.
ઓછી થાય ઉપાદી તોય હળવાશથી શ્વાસ ભરું,
સાંભળી બધાનું લઉં,અંતે મનનું ધાર્યું પોતાનું કરું.
સુવિધા એટલી જ દુવિધા, ઉત્પન્ન થવાની અહીં,
છે એમાં જીવતાં શીખે તે રહે સદાય સુખી માનવી.
