STORYMIRROR

Hardik Vora

Drama

3  

Hardik Vora

Drama

જીવન

જીવન

1 min
158

સાવ કોરો કાગળ જાણે,

નીર વિહોણુ વાદળ જાણે..


આજ કરૂં છું આડા ઊભા,

ને ગરબડીયા લીટે લીટા,

એક દિવસ અક્ષર પણ કરશે,

પા પા પગલી બીતા બીતા..

સાવ કોરો કાગળ જાણે,

નીર વિહોણુ વાદળ જાણે..


સાવ વિચિત્ર ચિત્ર રચીને,

ભટકું છું ભયથી બચીને,

એક દિવસ કો દ્રશ્ય રચાશે,

જીવન પણ જોશે હસીને..

સાવ કોરો કાગળ જાણે,

નીર વિહોણુ વાદળ જાણે..


Rate this content
Log in

Similar gujarati poem from Drama