STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

જીવન વેરાન બની ગયું

જીવન વેરાન બની ગયું

1 min
230

જ્યારથી તમે ગયા છો મારૂં,

જીવન વેરાન થઈ ગયું,

ખીલેલા આ જીવન ઉધ્યાન ને,

પાનખર જેવું બનાવી ગયું.


તમારા વિરહથી રાત અને દિવસ,

તડપી રહ્યો છું આજ હું, 

નયનોમાંથી અશ્રુ વહાવી,

તરસી રહ્યો છું ખૂબ હું.


યાદ તમારી આવતા મારૂં,

મન ઉદાસ બની ગયું,

જ્યારથી તમે ગયા છો મારૂં,

જીવન વેરાન થઈ ગયું.


સુંદર ખીલેલ પ્રેમ ઉધ્યાનમાં,

તમને પ્રેમથી મળ્યો હતો હું, 

તમારી સાથે માણેલ મિલનને,

ભૂલી શકતો નથી આજ હું,


એં મધુર સ્મરણ થતાં મારૂં,

દિલ ખૂબ ધડકી ગયું,

જ્યારથી તમે ગયા છો મારૂં,

જીવન વેરાન થઈ ગયું.


ક્યારે હવે મળશો તમે મુજને,

વાટ જોઈ રહ્યો છું હું,

પ્રેમની આ અગન જ્વાળામાં,

સળગી રહ્યો છું આજ હું.


"મુરલી" તમને મળવા મારૂં,

મન અધીરૂં થઈ ગયું,

જ્યારથી તમે ગયા છો મારૂં,

જીવન વેરાન થઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance