જીવન દ્વંદ્વ
જીવન દ્વંદ્વ
દ્વન્દ્ધ છે તો સૌ જીવનમાં, પરખવું ના એ સહેલું,
મનબુદ્ધિ કરે ખુદને વિચલિત, જીતવું ના એ સહેલું.
જીવ ફસાતો લોભલાલચ મહીં ને કરે અધર્મ જે,
ના ફર્ક કરે દેવ દાનવ તણો,સમજવું ના એ સહેલું.
મનવૃતિઓ તો છે ચંચળ,વકરી ના રહે ડાબમાં એ,
કરી મનનું ધાર્યું આચરે અનર્થ,નાથવું ના એ સહેલું.
અમૃતમંથન કેમનું થાયે જ્યાં અહંમનો ભાર છે,
અસત્યને દૂર કરી સત્યને વિચારવું ના સહેલું
જ્યાં મન, હ્નદય, બુદ્ધિ જો ભીતર દીપ જલાવી દે,
તેજ સ્વયંનું અજવાળે, જગને સાચવવું ના સહેલું.
સફળતા કદમો ચૂમે, સ્વયં અનીતિ પર મેળવી જીત રે,
વિજયકપ મુઠ્ઠીમા,હર્ષ અતિરેક સંભાળવું ના એ સહેલું.
તેજ ખુદનું હાથમાં, લગામ તાણી રહે મન દાનવ પરે,
દુર્ગુણ જીતી હવે તેજ ઈશનું, જીરવવું ના એ સહેલું.
