જીવન બીજ સમ
જીવન બીજ સમ
અઢળક કમાણી પાછળ દોટ મૂકે ન મળે કંઈ,
વનસ્પતિની જેમ ખરતાં પાંદડા જોઈ
મન અશાંત થઈ ખરે જો રૂપિયા ભૈ,
કેવું મજાની થશે જિંદગી છઈ છપ્પા છઈ,
આવે ભલે વિચાર મજાના કષ્ટ તો વેઠવું પડશે,
ઘટાદાર વૃક્ષની છાયા માટે સાચવવું પડશે,
હરિયાળી જિંદગી જીવવા મહત્તા વૃક્ષની સમજ,
રૂપિયાનો ઢગલો નથી મળી જતો કંઈ એમ જ.
એક બીજ રુંધાય દિવસો સુધી માટીમાં,
શોધે નીજ ગુણનો ભંડાર, કરે ચિંતન દિલમાં,
હૂંફ મળતી મમતા માટી મહી વહે લાગણી,
મમત્વ મેળવતું બીજ કલા દર્શાવતું સ્વની,
ડોકાવે ધીરેથી માટીના પડ ઉપર જઈ,
બે પાન સમ હાથ ફેલાવે શ્વાસોશ્વાસ લઈ,
મળ્યાં ભાઈબંધો એવા પવન,જલ, પ્રકાશ,
સૌને આ છોડના સથવારે સાથની આશ,
પ્રોત્સાહનથી અડગ રહી ચઢી સીડી સફળતાની,
જ્ઞાનરૂપી ગંગા મળી છેક આ ફાની દુનિયાની,
અવનવો ખેલ બતાવતો ઋતુચક્ર કુદરતનો.
ટટ્ટાર ઊભો થઈ, દર્શન કરાવે અડગતાનો,
બાજુ ફેલાવે જીવન અનુભવ સમજાવે,
બસ શીખી લે જિંદગીનો પાઠ મન ભાવે,
વૃક્ષ સમ જીવન છે મનુષ્ય તારું ને મારૂં,
વાત સાચી આં વન જ જીવન તારનારું,
ખરતાં પાંદડા જોઈ દાનનો મહિમા સમજ,
પ્રેરણા આપશે માનવી આ વન કેવું અજબ,
બીજની મહેનત રંગ વનવગડામાં લાવી,
જ્ઞાન પ્રકાશથી થા સફળ તુજ ગુણ રેલાવી.
