જીવી ઊઠ્યાં
જીવી ઊઠ્યાં


એક જેવા રહ્યાંં દર્દો જિંદગીમાં,
દરેક જખ્મોની દવા મળી અમને તમારામાં..
સદા દુઆઓ બની રહ્યાં હથેળીમાં,
મળ્યા અજનબી થઈ જિંદગીની રાહોમાં..
કઠપૂતળી બન્યા કિસ્મતની રમતમાં,
ભીંજાયા નયનો પણ યાદો બની વરસાદમાં..
સ્વચાલિત જ ભળ્યાં દિલની ખામોશીમાં,
ખોઈ ખુદને પામ્યા છે તમને આ સફરમાં..
સ્પંદન થયા મૃત થયેલી લાગણીઓમાં,
જીવી ઊઠ્યા ફરી અમે આ જગતમાં.