જીવી તો જો
જીવી તો જો
રોજ રોજ ડરે છે શાને ?
એક વાર નિર્ભય બની તો જો..!
રોજ રોજ મરે છે શાને.?
એક વાર જિંદગી જીવી તો જો..!
પારકા ભરોસે જીવે છે શાને ?
તારી જાત પર ભરોસો કરી તો જો..!
કરવાને કંઈક ખાસ, પાછો પડે છે શાને.?
હિંમત રાખીને આગળ વધી તો જો..!
તૂટી ફૂટી જિંદગીની ચિંતા કરે છે શાને ?
એકવાર પરિશ્રમની શરૂઆત કરી તો જો. !
માત્ર વિચારો કરીને, પડી રહે છે શાને ?
વિચારોને આગ લગાવી ને દોડી તો જો..!
આમ, રોજ રોજ મરે છે શાને ?
મૃત્યુ પણ મૂંઝાય, એવી જિંદગી જીવી તો જો..!
