જીવી લઈશું
જીવી લઈશું
છે કટોકટીનો સમય છતાં અમે જીવી લઈશું,
અંધારી રાતમાં સૂર્યના કિરણો પ્રસરાવી લઈશું,
કયારેક સુખ દુઃખમાં વિસરાઈ જવું છતાં પણ,
જિંદગી દરેક પળમાં પ્રેમના પુષ્પો ફેલાવી લઈશું,
આંધીના એંધાણ વર્તાવી રહ્યા છે, પણ શું કરું,
સાથે રહીને વિસરાયેલું આપણે મેળવી લઈશું,
લાખ મુસીબતોમાં આજ ભાનુની ખીલી સવાર,
ખુશીની લહેરમાં દુઃખના વાદળને ભૂલાવી લઈશું,
"ભાવેશ"સંગમાં જિંદગીની અનેરી પળો માણી છે,
અંતરના ઓરડામાં પ્રેમની ઝલકને વર્તાવી લઈશું.

