જીતવી જિંદગી મજા
જીતવી જિંદગી મજા
આવ્યાં અહીં જગપટે, માણવી જિંદગી મજા,
પરપોટાં શી જાણી, નાણવી જિંદગી મજા,
લાગણીનો શંભુમેળો, સંબંધોમાં પરખાતો,
બંધન કર્મોથી મળે, ભાળવી જિંદગી જરાં,
ખેલ ભાગ્યનો નિરાળો, બની મૂક નિહાળાતો,
જીતહાર પ્રસાદે ચાખવી જિંદગી ભલાં,
જીતવા દિલ સૌનાં, મેદાને તૈયાર છે જંગો,
હાર હો જો સંસારે તો નાથવી જિંદગી મજા,
રજની ખીલતાં, ગુલાલ વેરાતો સપનાનો,
શશીતારાએ ઝગી, જાગતી જિંદગી મજા,
ફસાય કર્મ વમળે, સામે આવતાં તોફાનો,
નૌકા દીવાદાંડીએ તારતી જિંદગી મજા,
પરમ હાથ ઝાલી, આતમને અજવાસતો,
ઉજાસ પામી સ્વમાં, જીતવી જિંદગી મજા.
