STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

જીતી લે જીંદગી

જીતી લે જીંદગી

1 min
325

કર હિંમત, વધ આગળ

જીતી લે, તું જીંદગી. .. રે....

        હો.... જીતી લે, તું જીંદગી રે...

 

ઉઠ, દોડ ને મચી પડ

ક્ષણે ક્ષણનો કર ઉપયોગ,

સપના તારા કરવા સાકાર... 

          હો... જીતી લે તું જીંદગી રે...

 

કરી સ્મિત, લંબાવ હાથ

કર હંમેશ તું ... પહેલ,

થશે દોસ્ત, સૌ તાહરા...

          હો... જીતી લે તું જીંદગી રે ...

 

ધર ધીરજ, ને થા સફળ

પથ્થર કોરી પાણી કાઢ,

ને રચ તું, તારો ઈતિહાસ...

           હો...જીતી લે તું જીંદગી રે ...

 

કર કોશિશ, કંડાર કેડી

રાખ આશા અમર સદા,

તો મળશે,મૃગજળમાં ગંગા... 

           હો... જીતી લે તું જીંદગી રે...

 

બન મરદ, ના રાખ શરમ

નાનું મોટું નથી કોઈ કામ,

ઓળખ તારો આતમ રે....

           હો... જીતી લે તું જીંદગી રે ....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational