જીંદગીનો ખેલ
જીંદગીનો ખેલ
મારે કોઈની સામે મારે જોવું નથી,
કોઈ સાથે નજર મેળવવી જ નથી,
સપનાઓની દુનિયામાં મગ્ન રહીને,
મારે પ્રેમમાં કદી નિરાશ બનવું નથી.
જે ચાલી ગઈ તેને યાદ કરવી નથી,
તેની ખુશીમાં અવરોધ રૂપ થવું નથી.
તેને અન્યની સાથે આનંદિત જોઈને,
મારે નફરતની આગ ફેલાવવી નથી.
તેના વિરહમાં હવે મારે બળવું નથી,
તેની યાદમાં આંસુઓ વહાવવા નથી,
જીવનમાં કોઈ હતું નહીં તેમ સમજીને,
મારે હ્રદયથી દુઃખી કદી બનવું નથી.
તેના હ્રદયને આઘાત પહોંચાડવો નથી,
તેના ઉપર મારે હક પણ જમાવવો નથી,
"મુરલી" ખામોશીને હરપળ સહન કરીને,
મારી જીંદગીનો ખેલ કદી હારવો નથી.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

