STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

જીંદગીની પરિભાષા

જીંદગીની પરિભાષા

1 min
284

જીંદગી તારા રંગ છે મજાના,

કયો રંગ તારો મને ચડ્યો, 

મને યાદ કરાવ ને.


તે તો તારી તેજી વધારી,

તુ ક્યારે મારી માટે થોભી 

મને યાદ કરાવ ને.


તારા થકી થતા ચડાવ થી,

રડી રડી ને થાકી છે આંખો,

હું ક્યારે હસી છું મને યાદ 

કરાવ ને.


દર્દ દિલમાં દબાવી રાખી,

ચહેરા ઉપર બનાવટી હાસ્ય રાખી,

ફરું છું,હું ક્યારે તનાવ મુક્ત બની છું 

મને યાદ કરાવ ને.


ગર્જના બહુ સાંભળી,

લાગણીઓ દિલ ભીંજવી નાંખે છે,

મન મૂકી ને તું વરસી હોય તે પળ,

યાદ કરાવ ને "લફ્જ".


ઉભી છું મંદિરે લાખો કતાર માં,

હું યાદ માં કોઇની ડુબી હોવ,

તો યાદ કરાવ ને જીંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama