જીંદગી
જીંદગી
મનથી નિરાશ બની રહ્યો છું,
સુમસામ રાતથી ડરી રહ્યો છું,
તારા વિરહની આગમાં દાઝીને,
હું મારી જીંદગી વિતાવી રહ્યો છું.
વેરણ રાત અનુભવી રહ્યો છું,
નભના તારાઓ ગણી રહ્યો છું,
ચંદ્રમાં તારો ચહેરો નિરખીને,
હું મારી જીંદગી વિતાવી રહ્યો છું.
ચાર દિવાલોમાં કેદ થઈ રહ્યો છું,
જીભથી તારૂ નામ રટી રહ્યો છું,
આંખોથી આંસુઓ વહાવીને,
હું મારી જીંદગી વિતાવી રહ્યો છું.
મારા હ્રદયને સમજાવી રહ્યો છું,
તારી મીઠી યાદોમાં ડૂબી રહ્યો છું,
હવે એકલતાના માર્ગ પર "મુરલી",
હું મારી જીંદગી વિતાવી રહ્યો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

