જીકે અંતાક્ષરી 35
જીકે અંતાક્ષરી 35
(૧૦૩)
કુશલનગર પાસેથી કાવેરી,
નીકળીને જમાવે ધાક;
બંગાળની ખાડીને મળવા,
પશ્ચિમઘાટથી વળે વળાંક.
(૧૦૪)
કૃષ્ણા નદીનું ઉદ્ભવસ્થાન,
પશ્ચિમઘાટનો સહ્યાદ્રી પર્વત;
બારસો એંશી કિમી લાંબી,
ખાડીમાં સમાય કરતી રમત.
(૧૦પ)
ત્ર્યંબક પાસે પશ્ચિમઘાટમાંથી,
નદી નીકળે છે ગોદાવરી;
ચૌદસો પાંસઠ કિમી દોડીને,
ખાડીને મળવા બને બાવરી.
(ક્રમશ:)
