જઈએ
જઈએ


ઝરણાંની જેમ, ખળખળ વહેતાં જઈએ,
રસ્તો એમ આપણો, કરતાં જઈએ !
દિશાહીન બનીને, માર્ગ ભૂલાય છે,
કેડી કોઈ, આપણી કંડારતાં જઈએ !
રંગબેરંગી ફૂલોથી, મઘમઘે છે ઉપવન,
સત્કાર્યની સુવાસ, ફેલાવતાં જઈએ !
રોશની ભગાડે છે, તિમિર અંધકારને,
દીપક શ્રદ્ધાનો, સળગાવતાં જઈએ !
હતાશા જો ઘેરી વળે, ચારેકોરથી એમ,
આશાનો સંચાર મનમાં, કરતાં જઈએ !
અશક્ય નથી કશુંય, આ જગતમાં,
મનોબળ મક્કમ એવું, ઘડતાં જઈએ !
જીવતાં જીવતાં કદી, થાકી જવાય તો,
'ચાહત' બનીને, અમર થતાં જઈએ !