STORYMIRROR

Harita Desai

Romance Fantasy

4  

Harita Desai

Romance Fantasy

ઝરૂખો

ઝરૂખો

1 min
746

એક પવન સરીખો વાય છે ને,

તારી યાદ અપાવી જાય છે,


એ શાંત ઝરૂખે ગાળેલો સમય,

તારી સ્મૃતિનો દીદાર કરાવી જાય છે,


તારા વગર આ ધબકારા પણ ડંખે છે,

તારા વિરહની વધતી માયા પણ ક્યાં જંપે છે,


ઝરૂખે ગાળેલા પળના નયને શમણાં છે,

તારા વિના ફીકા રંગો સઘળા છે,


એ સમય ખળખળ વહેતો જાય છે,

મન પેલા ઝરૂખે જ અટકેલું જણાય છે,


બસ આમ જ,

એ વિચાર સરીખો આવે છે ને,

ઝરૂખે તારા હોવાનો અહેસાસ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance