STORYMIRROR

Hasmukh Amathalal

Romance

2  

Hasmukh Amathalal

Romance

ઝરણું વહે

ઝરણું વહે

1 min
14K


ઝરણું વહે મારા અંતરમાં
સંગીતથી સાદ આપે ભીતરમાં
હું ભ્રમર બની મંડરાઉં ચારેકોર
પણ એતો શાંતિથી વહે અને ના કરે કોઈ શોર।

એકજ છે ઝંખના
મળે મને મારી ઝરણા
કોઈની નથી મને મણા
બસ, સેવ્યા છે મેં મોહક શમણાં।

થશે પૂર્ણ મારી આશા
અને નહિ આપે નિરાશા
હું વિચારોના વમળમાં ફસાઉં છું
પણ તેની સુખાકારી માટે વચનબદ્ધ પણ થાઉં છું।

હું કરીશ આકાશ - પાતાળ એક
ઠુકરાવીશ સુંદર અને અનેક.
એ એકજ છે મારા જીવનમાં;
વહે છે યાદ એની મારા રગે રગમાં।

બનાવીશ મોહક અને રમણીય ગુલિસ્તાન;
જ્યાં હશે અમારો સંસાર આને બધા સંતાન.
બધા સામે જ હશે અને કરતા હશે કિલ્લોલ,
જિંદગી મારી કેટલી બધી હશે અણમોલ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance