STORYMIRROR

Hasmukh Amathalal

Others

2  

Hasmukh Amathalal

Others

સંજોગ

સંજોગ

1 min
2.9K


યોગ કહો કે સંજોગ,
પણ છે કેહવા જોગ.
પહેલા જોવાના સંબંધ નહોતા;
આજે જોઈને પણ નથી ધરાતા.

ઘણા જોયા ઘરોબા,
ઝગડા થયા ઘરોમાં.
કોઈક બોલીને જુદા થયા;
કોઈક મનદુઃખથી અળગા થયા. 

મને પસંદ હતો સ્વભાવ,
મળતાવડો અને આનંદી હાવભાવ;
જયારે મળો ત્યારે આનંદની વાતો જ હોય,
દુઃખની પળો માટે કોઈ અવકાશ જ ન હોય.

ઘણા આવ્યા અને ઘણા ચાલ્યા ગયા,
બધા જુદી જુદી છાપ છોડતા ગયા.
કોઈ આવ્યા હતા મતલબ માટે;
તો કોઈ કોઈ ખાલી સમય પસાર કરવા માટે.

સમય પસાર કરવા માટે પણ મન જોઈએ.
મન નિખાલસ અને પવિત્ર હોવું જોઈએ.
કોઈની ખોદણી કરી અથવા નિંદા કરવાથી સમય પસાર ન થાય;
મનની વ્યથા વ્યકત કરો અથવા આત્મમંથન કરો તોજ તે પસાર થાય.

આવો અમારો પ્રયાસ રહેતો,
કહેવાનો ઘણો ઘણો પ્રયત્ન અનાયાસ રહેતો.
થોડી બોલીને અમે ચૂપ થઈ જતા
પણ જવાનો સમય થાય ત્યારે "આવજો" કહી છુટા પડી જતા.


Rate this content
Log in