STORYMIRROR

Hasmukh Amathalal

Others

2  

Hasmukh Amathalal

Others

વણાયેલા એકજ તાંતણા

વણાયેલા એકજ તાંતણા

1 min
2.6K


વણાયેલા એકજ તાંતણા,
બધાજ તો છે આપણા.

વણાયેલા એકજ તાંતણા,
ટકી રહ્યા છીએ મજબૂતીથી;
સાથેજ છીએ સમજુતીથી.

સ્પર્શ માત્રથી અનુભૂતિ થાય,
ખાલી સહવાસથી વસ્તી થાય.
ઘર જાણે સ્વર્ગનો પર્યાય લાગે,
ધરતી પારનો મહાલય લાગે।

 

દૂર થઇ જાઓ તો ચિંતા થાય,
વળી પાછા ઓચિંતા આવી જાય.
એકબીજાને જોવાની વૃત્તિ જ તીવ્ર થતી જાય;
"બસ ઘર એજ ધરતી છેડો" એમજ કહેવાય। 

આપણાથી વિરહ થાય,
તાપણાથી દાહ થાય.
બન્નેની તાસીર એકજ,
લાગે મનમાં લાગણી સહજ।

સમજી અને સંપીને રહીયે;
સ્વર્ગ અને નર્ક અહીં જ અનુભવીએ.

એક બીજાને સમજીશું તો સંસાર તરી જઈશું;
સુખી અવતાર ને સાર્થક કરી ધન્યતા અનુભવીશું।


સામગ્રીને રેટ આપો
લોગિન